રાષ્ટ્રીય શિક્ષણનીતિ (1986) અન્વયે દેશમાં પ્રાથમિક શિક્ષણના વિકાસ અને ગુણવત્તા સુધારણા કાર્યક્રમ અન્વયે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નિયંત્રણ હેઠળ ગુજરાતમાં 33 જિલ્લામાં 25 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઉભા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત અમદાવાદ શહેર માટે 1 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઉભું કરવામાં આવેલ છે. તે પૈકી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન 25 એપ્રિલ 1991 થી કાર્યરત થયું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ અંગે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી)ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર/રાજ્યની શિક્ષણનીતિના અમલીકરણમાં મદદરૂપ થાય છે. શિક્ષણ અંગેની નવી તરાહો, નીતિઓ ઘડવામાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રને માર્ગદર્શન અને સલાહ સુચન આપવામાં તથા અભ્યાસક્રમ ઘડતરમાં, સંદર્ભ સાહિત્ય નિર્માણ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ માટેની નાણાંકીય સહાય ભારત સરકાર, ગુજરાત સરકાર, યુનિસેફ અને વિશ્વબેંક પૂરી પાડે છે. આ સંસ્થા મુખ્યત્વે પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ આપવા માટે તેમજ આજના શૈક્ષણિક પડકારોનો સામનો કરવાનું અને તેનો ઉકેલ કરવાનું કાર્ય કરે છે. આ કાર્યો કરવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં આઠ શૈક્ષણિક વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું શૈક્ષણિક અને વહીવટીકાર્ય પ્રાચાર્ય (વર્ગ-1) સંભાળે છે. તેમને તેમના કામમાં શ્રેયાન અને કનિયાન વ્યાખ્યાતાઓ મદદરૂપ થાય છે. શ્રેયાન વ્યાખ્યાતા વર્ગ-2 ની સાત જગ્યાઓ છે. અને કનિયાન વ્યાખ્યાતા વર્ગ-3 ની 17 જગ્યાઓ છે. શ્રેયાન અધિક્ષક (વર્ગ-3) સમગ્ર ભવનનો વહીવટી અને હિસાબી વિભાગની દેખરેખ રાખે છે. અને તેમને હેડ કલાર્ક, સિનિયર અને જુનિયર કારકુનો કામમાં મદદ કરે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં નીચેના સાત વિભાગ જુદા-જુદા પ્રકારના કાર્ય કરે છે. અ.નં. શાખાનું નામ શાખાના વડા 1 આયોજન અને વ્યવસ્થાપન (P & M) ડૉ. એમ.જે.નોગસ (સિ.લે.) 2 સેવા અંતર્ગત કાર્યક્રમો, ક્ષેત્રિય આંતરક્રિયા અને નાવીન્ય સંકલન (I.F.I.C.) શ્રી એ.આર.ખોરસમા (સિ.લે.) 3 કાર્યાનુભવ (W.E.) શ્રી સી.કે.દેસાઇ (જુ.લે.) 4 પૂર્વ સેવા શિક્ષક શિક્ષણ (P.S.T.E.) શ્રી સી.કે.દેસાઇ (જુ.લે.) 5 પાઠયક્રમ સામગ્રી વિકાસ અને મૂલ્યાંકન (C.M.D.E.) શ્રી બી.એન.પટેલ (સિ.લે.) 6 જિલ્લા સંશાધન એકમ (D.R.U.) શ્રી પી.એમ. બારડ (સિ.લે.) 7 શૈક્ષણિક પ્રદ્યોગિકી (E.T.) B.L.RABARI (જુ.લે.)
આ સંસ્થા પાસે પુરતા શૈક્ષણિક સાધનો છે. જેવાં કે કમ્પ્યુટર, ટેલિવિઝન, ટુ વે ઓડિયો વિડિયો ટેલીકોન્ફરન્સ અને ઈન્ટરનેટ ની સવલત છે. વી.સી.આર., વી.સી.પી., ઓ.એચ.પી., પુસ્તકાલય, પ્રયોગશાળા તથા બીજા શૈક્ષણિક સાધનો પણ છે. સંસ્થા પોતાની વેબસાઈટ પણ ધરાવે છે. જેનો ઉપયોગ શિક્ષણની ગુણવતા વધારવા માટે અને શિક્ષણ સુધારણા માટે થાય છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અત્યારે ગણેશપુરા, પાલનપુર મુકામે કાર્યરત છે. સંસ્થાનું વહીવટી મકાન, હોસ્ટેલ તથા પ્રાચાર્ય અને ચોકીદારના રહેઠાણના મકાનો આવેલા છે.